Gujrati Shayri

This all  are  for my Gujrati Shayers. Dilse Gujrati....!!! 


- ક્યારેક સ્મિત તો ક્યારેક આંસુની ઝૂલ, જિંદગી બનાવે કાયમ "એપ્રિલફૂલ"..!!


-મોટા કપાળથી ભાગ્ય નથી ખુલતું, બનો છો તમે ટાલિયા , ગામ આખા નું કરી નાખો તોજ બનશો જીવનમાં વિજય માલ્યા . 


-આ Aprilma પ્રેમ નુ પણ ઓડીટ કરાવુ પડશે લાગણીઓ સાથે ચેડા થયા છે.....


-માણસે થોડું મજાકીયા સ્વાભાવવાળું બનવું જોઇએ, કારણ કે "સિરીયસ" તો લોકો હોસ્પિટલમાં પણ હોય છે...!!


સ્કુલો ના દિવસો માં જયારે અમે ફસાયા તેના 'હોઠ' માં ત્યાર પછી થી અમારુ નામ પણ આવ્યુ 'ઠોઠ' માં


કોઈ ચાહકની તરશ અધુરી રહી હશે ચોમાંસાની, નહીતર આ વાદળ ને ક્યાં જરૂર હતી ઉનાળે વરસવાની...


ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે... પણ એમાં તને એક નજર જોયાની વાત છે... :)


અમદાવાદની એક દુકાન પર પાટિયા પર લખ્યું હતુ ‘ગ્રાહક ભગવાન છે અને ભગવાનને ઉધાર દેવા જેટલા અમે મોટા નથી.’

ઝાડમાં જ અફવા નીકળે તો ડાળો તૂટે , જો ચકી બેવફા નીકળે તો માળો તૂટે.

જીવન ને માણો... કોઈને નફરત કરો તો એ પણ પ્રેમ થી કરજો દોસ્ત

હું પ્રતિક્ષા કર્યા કરું છું તારી એ રીતે જે રીતે દિવો સળગતો રહે છે એ શ્રધ્ધાથી કે સવાર તો પડશે જ !

ભૂલવા મને કહો છો, સ્મરણો ભુલાય કયાંથી ? કોઈ પ્રેમી જનને પુછો, પ્રેમ ભુલાય કયાંથી ?

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર...... આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

કાગળોને એક રાખનારી ટાંકણી જ - કાગળને ખૂંચતી હોય છે..

ગુજરાતીઓમાં છોકરાવ ક્યારેય મોટા જ ના થાય એના લગ્ન થઇ જાય ને એની ઘરે બાળકો આવી જાય પછી પણ "મારા બાબાને એક બેબી ને એક બાબો છે"

ના ધન ના દોલત આપજે, માતાજી મને એક વચન આપજે, ફરી જન્મ આપ તો, ગુજરાત ની ગોદ માં આપજે...

સાવ સહેલું સુખ માં છલકવુ.. . ! ખુબ અઘરું દુખ માં મલકવુ.. . . !

કમોસમી વરસાદનું ઝાપટું . . અને તારી યાદોનો # બફારો

નિહાળ્યાં કરે છે મને એકીટસે કેમ? શું તને થઇ ગયો છે મારાથી પ્રેમ!

વૈદોએ તો નાડ તપાસી તરત કહ્યુ, આ માણસે સંજોગો પીધા છે.

તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી... મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી...

લાગણીનાં જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી, પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.

માં જ છે એક, જે આપણને દુનિયા કરતાં નવ મહિના વધુ ઓળખે છે..!!

" માં " એટલે જીવન-પથ માં થતા ગોઝારા અકસ્માત વખતે '108' ની પહેલા યાદ આવતો "શબ્દ"

"માઁ" થી મોટું કોઈ નથી, કારણ કે "માઁ" ની "માઁ" પણ "નાની" કહેવાય છે..

હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે. મારી "મા" પાલવ એટલો, દમદાર રાખે છે.....

દર્દ કાંઈક તો વાજબી કર..... હું કાયમ નો ગ્રાહક......

આપી દેને પ્રભુ મને બાળપણ 👼🏻 મારું, નથી ગમતું મને આ શાણપણ 😎 મારું

દરિયો હોય કે પછી રણ હોય, માત્ર ને માત્ર એનું જ સ્મરણ હોય, લાખ કરો પ્રયત્ન છતા પણ ના ભુલાય, દરેકની જીંદગીમાં એવું એક તો જણ હોય.

સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે દરેક સબંધ કોરીઓગ્રાફર બની જાય છે.,

તું પૂછે છે.. યાદ કરો છો..? આનાથી વધુ સાબિતી શું..? દર મીનીટે હદય ૭૨ વાર ધડકે છે.

તારા પ્રેમ માં મેં માંડ માંડ નખાવ્યું વાઈ ફાઈ.. પણ તારા તો શોખ જ છે પહેલેથી હાઈ ફાઈ...

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે. હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.

વહાટ્સ એપ માં તારું લાસ્ટ સીન જોઈને ખુદને દિલાસો આપું છું કે,હાશ...તું મજામાં છે.

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ, જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે..

હોઠ તારા એવા મરકે, જાણે રણમાં રેત સરકે!

પ્રેમ નું ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું .

પ્રેમ એટલે દિલની દિવાલ પર... પીડાની પેનથી લખેલ લાગણીનું લખાણ

ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે...સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે...

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે

પ્રેમને પામવા કરતાં તેના પારખાં વધારે થાય છે, એટલે જ તો ઘણુખરું પ્રેમ અધૂરો જ રહી જાય છે.

કેવી રીતે ભુલાવવી તમારી યાદ કાપૂ છું એક વૃક્ષ ને જંગલો હજાર ઉગી જાય છે.....

એને કવિતા કેવી રીતે કહુ, જ્યાં તારા જ સંવાદો હોય ....એને એકાંત કેવી રીતે કહુ, જ્યાં તારી જ યાદો હોય......

આંખો બંધ કરી દેવાથી મુસીબત જતી નથી , અને.......... મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતીં નથી....!!!

તારા પ્રેમ નો રંગ ગુલાબી નહિ પણ જાંબલી છે મર્યા પછી પણ હું ભૂત અને તુજ માર્રી આંબલી છે

લાગણી ઓ ના દરિયો ધરાવતો વ્યક્તિ ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે ઝંખતો હોય છે.

મારા અંગેઅંગને તું રંગ... મર્યાદા ભંગ કરીને તું રંગ...

અમે કોહિનૂર ન થૈયે કોઈના તાજ પર ભલે,    આભલા બની કોઈની ચુંદડી મહી ટંકાઇ જાશુ.

તારી સંમતી વગર તને જોવું એ ટેવ સારી નથી, મે તો પૂછ્યા વગર ફૂલોની મહેક પણ માંણી નથી.

મારા હાથમા તારો હાથ જાણે સુગંધ ની જેમ લાગી ગયો... બેરંગ હતી કબીરા ની શાયરી ઓ હવે જાણે એને રંગ મેઘધનુષી લાગી ગયો...

પ્રસંશકો બેશક તમને ઓળખતાં હશે પરંતું..... શુભચિંતકો ને તો તમારે જ ઓળખવા પડશે.

આપણું દિલ તો સેવાભાવી જેવું છે.. કોઈએ લાભ લીધો તો કોઈએ લાભ ઉઠાવ્યો..

જિંદગી માં હમસફર બધા હશે દોસ્ત હમદર્દ કોઈ નહિ !!

હિચકી ઉપર હિચકી આવે છે, નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે..

ચોકલેટ તો હું એને મોંઘામાં મોંઘી ખવડાવું...... પણ એ ભાવ ખાવા માંથી ઊંચી આવે તો ને..

તું સીટી ની રાની છે.. હું ગામડાનો રાજા છું.. તું Darshan Raval ની ફેન હું પણ Kirtidan Gadhvi નો આશિક છું ભલે મોજ ભલે.....

બગાડવા નહી એટલા પણ સંબંધો, કે તું ચાહીને પણ એને મઠારી ના શકે.. એટલું પણ અંતર ના રાખ લોકોથી, કે કોઈ તારી પાસે કદી આવી ના શકે.

સાચી મિત્રતા એ તો એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે. પછી વિરાટ વૃક્ષ થઈ જીવનભર તેની શીતળ છાંયા આપે છે.

પ્રેમએટલે PAAS-PORT કે VISA વગર કોઈની પાંપણની સરહદ તોડી છુપાતા પગલે આંખોનાં શહેરમાં પ્રવેશી હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો.!!

દોસ્તી એટલે... મારા મર્યા પછી પણ તમે મારો INSTA ID ડિલીટ ના કરો... એ.।


નનામી તો ત્યારે જ ઉઠી ગઇ'તી મારી, જયારે ગઝલ હું બોલતો'તો ને એ વાહ વાહ બીજાની કરતી'તી.

દૂરથી તો લોકો તીર થી જ મારી શકે, પીઠમાં ખંજર તો નજીકના જ મારે છે.

વારસામાં મેળવી ખુદ્દારી મેં... એટલે આ લોહી ઊકળી જાય છે..

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ, એક પણ શબ્દ સાંભળ્યા વિના, ચેહરાના હાવભાવ જોયા વિના, સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.

કેટલાક સંબંધોના નામ નથી હોતા, જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે.

આંસુઓના પાડે પ્રતિબિમ્બ એવા દર્પણ કયા છે..! ને કહ્યા વિના સમજી જાય તેવા સગપણ કયા છે..!

"ઊંઘમાંથી ઝબકીને જાગુ છું, એક ઓછાયો જોઈને ભાગુ છું, અન્યને લાગુ તો નવાઈ શી, હું અજાણ્યો મનેય લાગુ છું"

ઇમોશન્સ ની કિંમત બરાબર જાણુ છુ એટલે... લાગણીશીલ લોકો મને કયારેય મૂર્ખ નથી લાગતા.

"એનાથી વધુ દુઃખદાયી શું હોઈ શકે..? જયારે તમારી લાગણીઓ રસ્તા પર રઝળતી મળે..!"...

તારી ગેરહાજરી અહીં બાંકડે નોંધાય છે પણ તું મારી ભીતરે હજીય છલકાય છે..

તારી કામણગારી કાયા પર, મહેંકી રહ્યા છે ફૂલો જવાનીના, મારો સ્પર્શ થશે તો કહેશે, એ પ્રસંગો મારી કહાનીના.

ત્યારે મને દૂનીયા કંગાળ લાગે છે જ્યારે જ્યારે તૂ મારો હાથ ઝાલે છે

તારો સાથ મેળવવા હજી તારે શું ગીરવે જોશે? દિલ તો તારી પાસેજ છે, શું હવે લોહી પણ તું પીશે? 

જો ચણુ દીવાલ તો ક્યાંક બારી રાખું છું હું હજી તારા વિષે જાણકારી રાખું છું

ઉત્સવો રોજ ઉજવાય, જ્યારે પ્રેમ પર્વ બની જાય, તહેવારોની રાહ ના જોવાય, જ્યારે પ્રેમી સર્વ બની જાય!

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે... તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે...

જો પ્રેમ પણ લગ્નના મૂરત ની જેમ જોય ને થાતા હોત તો કદાચ કોઇના પ્રેમ અધૂરા ના રહયા હોત .......

ઘણી નસીબદાર નીકળી એ રકાબી જેને તમે ભર બપોરે હોઠે લગાડી

આ જિંદગી પણ એન્‍ડ્રોઇડ સીસ્‍ટમ જેવી થઇ ગઇ છે, જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય..

એ ત્યારે પણ લાગે છે ખરી...... જ્યારે તે મગનું નામ પાડે છે મરી...

જુઠ ને સાંભળવા ની મજા ત્યારે આવે જ્યારે .... તમને સત્ય ખબર હોય.

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.... ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે....

પ્રેમ એટલે રોજ સવારે ડેટા ચાલુ કરીને તારો લાસ્ટ સીન મારા દ્વારા નિહાળવાની રોજીંદી પ્રક્રિયા...

તમારા નમણાં નયનોને, પાલકોમાં મ્યાન કરો; એની અણીયાળી કોર, મારા કાળજાને કોતરે છે....

મને ખબર છે કે એ મારા એક પણ સ્ટેટસ ને લાઈક કરતી નથી... પણ મને વિશ્વાસ છે કે એ મારા એક પણ સ્ટેટસ ને જોવાનું મિસ કરતી નથી...

ઇશારાથી આવ્યા ઇશારાથી જાશું.. મળે જો ન તરવા કિનારાથી જાશું

વૃક્ષનો વૈભવ એટલે પરખાય છે, કે જ્યાં પક્ષીઓના પારણા બંધાય છે.

થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે, બાકી તો ઝિંદગી બહુ સરસ છે..!!!!🌷

રેમ એટલે... તારા પેન્ડિંગ સમણાઓ પર મારા અહેસાસો નું રિઝર્વેશન...

સવાર માં ઉડતું પતંગિયું કાન માં આવી કહી ગયું સનમ ને અડી ને આવું છું ને ગાલ મારા ચૂમી ગયું

દિલ ભલે મારુ લેફ્ટ માં હોય પણ તારા માટે ફીલિંગ ઓલવેઝ રાઇટ જ હોય છે.

માણસ ગમે તેટલી mountain Dew પી લે પણ જયારે...ખરેખર ડર લાગે છે ત્યારે તેને હનુમાન ચાલીસા જ યાદ આવે છે જય હનુમાન..

સૌદેબાઝી કા હુનર કોઇ ઉનસે સે શીખે ગાલો કા તીલ દીખા કર ..સીને સે દીલ લે ગયી..

જે લોકો સારા સમયમાં બહુ ભાવ ખાય છે, તે ખરાબ સમયે સોસ વગર નુ વડાપાવ ખાય છે....

દરીયાની દરીયાદિલી જોઇ લીધી, જીવ લઈને લાશ બહાર ફેંકી દીધી.



" ખરાબ મારે નથી બનવું , પણ એટલું કહી દઉ છું , જગતમાં સારા બનવામાં બહુ તકલીફ પડી છે. "



યાદો પણ કેટલી અજીબ હોય છે, જે સમયે રડ્યા હતા, તે સમયને જ યાદ કરીને હસવુ આવે છે. અને જે સમયે હસ્યા હતા, તે સમયને યાદ કરીને રડવુ આવે છે.

હરખ નો હિસાબ નો હોય... સાહેબ... અને જ્યાં હિસાબ હોય,,, ત્યાં હરખ ન હોય...!

સુંદરતા મનની રાખો... ફેસવોસથી મોઢા ચમકે દિલ નહી !!

કેટલા તણખલા એકઠા કરો ત્યારે માળો સર્જાય, એકાદ પંખીડા ને પૂછો.. તમને નહિ સમજાય.

કળયુગમાં ઘરમાં ટીસેટ, ડીનરસેટ, સોફાસેટ, સોના-ચાંદીનાં સેટ, બધું ય હોય.. પણ રહેનારા માણસ અપસેટ હોય તો બધુંય વ્યર્થ છે..

આજકાલ કોઈ ને એલાર્મ નથી જગાડતુ સાહેબ .. હર કોઈને તેની જવાબદારીઓ જ જગાડે છે...



જમતી વખતે ઇશ્વરને પ્રાર્થના અવશ્ય કરજો..
જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના બાળકો કયારેય ભૂખ્યા ન રહે..

ટચુકડી વાર્તા :- ખ્યાલ રાખૉ, જૅ વ્યક્તિ માખણ ચૉપડી શકૅ છૅ,તૅ ચુનૉ પણ ચૉપડી જાણૅ છૅ.

પેહલા પણ જીવન સરસ રીતે ચાલતું હતું, પછી તમે મળ્યા ત્યારે સમજણ પડી, લે આજ તો ખૂટતું હતું...

કહું કોને કે તારી પરવા કરુ છું હું બસ તારા સુખ ની તમના કરું છું

લખેલા શબ્દો ની કિંમત કેટલી..?? વાંચનાર ની સમજણ જેટલી...!!

ખુશ છે બધાજ જાણે આજે કોઈ તહેવાર છે, પણ કારણ છે ફક્ત એટલું કે કાલે #રવિવાર છે.

આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ છોડી જવા જેવું છે સાહેબ એ મુર્ખામી છે, શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ પણ નીકળે

"તમે તો પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું, અને,તોય તમે એ પાંજરા નું નામ "સંબંધ" રાખ્યું...

આજે 8:30 એ ઉઠી ગ્યો Toilet થય જશે ઓફીસ પહોંચવામાં.. 😂😂😂

હું નથી માનતો કે વિસરાય ગઈ હશે મારી યાદો તારા મન માંથી. ક્યારેક નજરો મળતા તારી આંખો ના ભીના ખૂણા મેં પણ જોયા છે .


જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો, મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ.....

કંઈક તો હતું અે મીરાં માં સાહેબ કે ઝહેર નું અસ્તિત્વ તેની સામે ઝાંખુ પડ્યું....!!!

આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા; આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા; હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે... papa


જીંદગી માં સંબંધો કોબીજ જેવા છે... જો તમે એને ફોલ્યા જ કરોને, તો છેલ્લે હાથમાં કશુંજ નાં વધે....!!

જિંદગીના દાખલાઓમાં મૂંઝાતો નહિ દોસ્ત. જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં મેથડ ખોટી પણ હોય છે

તું ડોબી છે કે શું?? દર વખતે પૂછ્યા રાખેશ કે Every શું? Every શું?

એલા એને આપણો સેંટ નથી લીધો..ઈ innocent છે.

જીવવું છે યાર તારી બાંહોમાં, મરવું છે યાર તારી બાંહોમાં, બેકરાર છે મારા રોમરોમમાં, છુપાયો છે કરાર તારી બાંહોમાં.


કાલે રસ્તા માં કેળા ની ગરમા ગરમ વેફર બનતી જોઈ મને એમ થ્યું " Live થોડીક વેફર ખાતો જાવ " 😂

આ તારી વેદના બની ગઈ નાસૂર આખી જિંદગી મારા મૃત્યુ પછી જરા મલમ તો લગાવી જાજે.!!

આજકાલ whatasap અને નાન્હા છોકરાઓ ની ચડ્ડી ની એકજ હાલત છે ઘડિયે પાડીએ ચેક કરવું પડે છે કઈ આયુ તો નહિ ?

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ, બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ 

માણસોને એવુ કહેતા સાંભળ્યા છે કે.... " હિંમત હોય તો હાથ અડાડી જો..!!" પણ.. માણસો એવુ કેમ નહી કહેતા હોય કે... "હિંમત હોય તો હાથ મિલાવી જો.!!

લાયસન્સ વાળી ''બંદૂક'' રાખવા કરતા,,ભરોसा વાળા ''ભાઈબંધ'' રાખવા વધુ સાरा'....!!

તમારું ખરાબ Internet કનેક્શન તમારા પ્રેમભંગ માટે કારણભૂત બની શકે છે... 😂😂😂😂

Our society is divided into two kinds of people: 1. He is flirting " Sala Laundiyabaaz". 2. She is flirting " Kitani Frank hai " .

If you are not a part of the Solution, be a part of the Problem :P

ટાઈમપાસ જ કરવો હતો તો પેલા કેવુ'તુ ને, હુ તને Video Game અપાવી દેત.

ઘણાં લોકો અને તેમના ટવીટ્સ, તાજા મૂકેલા ઈંડા જેવા હોય છે. તેમાંથી તરત બચ્ચાં (Retweets or Likes) નથી નીકળતા, અઠવાડિયા-દસ દિવસ પછી નીકળે છે 😁

Before marriage: Aaj se tere bina mai nahi, mere bina tu nahi. After 2 years Aaj ya to Tu nahi ya to Mai Nai!

દિલ ની દુકાનમાં દરોડા પડ્યા .. ને તમારી લાગણી ઓ રંગેહાથો પક્ડાઈ ગઈ..

ખાનદાની અને ખુમારી બજારમાં વેચતા નથી મળતા સાહેબ, એ તો લોહીમાં હોય 

દુનિયામાં બે જણા જ નસીબદાર છે. એક જેનો પ્રેમ સાચો નીકળે... અને બીજા ઈ. . કે જેના તરબૂચ લાલ અને મીઠા નીકળે.. 🍉🍉🍉🍉😂😎😂😎😂😎🤓🤓

સફળતા પછી નો સૌથી અઘરો તબક્કો, તમારી સફળતા થી ખુશ થનારને શોધવાનો છે...!!!

જીત જીવનમા જરૂરી નથી, પણ તમારા બોલ્યા શબ્દ ન હારે એ જરૂરી છે

કોઈક ની ગાડી સળગી, કોઈક ના હાથ પગ તૂટ્યા, કોઈ ની પરીક્ષા બગડી, કોઈક ની જિંદગી બગડી, આ અનામત ના 'ઈગો' માં, માનવજાત માનવજાત સાથે ઝઘડી.

દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય, વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય.

તુ સાથે નથી હોતી ત્યારે દુનિયા આખી મારી બાજુ દેખાય છે, 
બસ તું મારી બાજુ આવી જા આખી દુનિયા જોડે જંગ લડવા તૈયાર છું

શું તુ સંવેદના ના સુર વહાવી શકે? તો હું લયમાં ઢળવા તૈયાર છું...

તુ લાખ દુર મારાથી તોયે દિલ ના વિસરાવે... તારા વિના આ રાત વિજોગણ લાગે...

ચાલ ને થોડું સાથે જીવી લઈએ..

મન મુકીને પ્રેમ કરવો હોયને તો, આબરૂ ગીરવે મુકીને આવજે.....

Revenge is in God's hand, not mine.. પણ મને ભગવાને પાવર ઓફ એટર્ની કરી આપી છે... 😁

ખરેખર જો "પહેલો સગો પાડોશી" એમ કહેવાતું હોય, તો ઈ સગો "WI FI" માં પાસવર્ડ શું કામ રાખતો હશે...!!! 

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

અમુક લોકો સાવ એવા હોય ને.... . . . . . . . . . . . . જવા દો હવે શું કવ કેવા હોય....

મોહ મારો, તું ફરીથી લગાવે, હું રડું અને તું મને ચુપ કરાવે. હવે એ સંબંધ ક્યાં આપણા કે, હું રિસાઉં અને તું મને મનાવે.

વિજોગણ થઈ ને રાધા જેને શોધી ના શકી વન માં, મસ્ત બની ને મીરા એ શોધી લીધો એને મન માં...

એક નજર, એક ફોન, એક મેસેજ, એક શબ્દ, બંધુજ ખાસ બની જાય છે, જયારે ગમતી વ્યકિત ધબકારા સાથે સંકળાય છે...!



ગમે તેવી હોળી કરુ તારી યાદોની તો યે. .  પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે.



જો કોઈની ગાઢ દોસ્તીને આપણે લફરું કહીએ તો ભાઈ એમાં આપણી ગંધાતી માનસિકતા ને આપણાં સંસ્કાર છતાં થાય.


બધી મોહ માયા મૂકી દેવી છે ભાઈ ને પછી સંન્યાસ લઈ ને તપ કરવા
" ગોવા " ભાગી જવું છે...😬😬

એટલે શખ ફૂંકયો કૃષ્ણ એ જિંદગી ભર કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે

પ્રેમ થોડો કંઇ વ્યવહાર છે, કે તું કરે તો જ હું કરું!

એક નાનું એવું કામ કરને.... હું તને કરું છું એવો પ્રેમ તું પણ મને કરને...

નસીબ ને લિફ્ટ માં જવાની આદત છે અને પુરુષાર્થ ને પગથિયાં ચડવા પડે છે..

તમારા પિતાના માથે પડેલી કરચલીઓ ના કારણે જ આજે તમે કરચલી વગર ના કપડાં પહેરો છો.

કોઈ + કરે છે, કોઈ - કરે છે, કોઈ × કરે છે, કોઈ ÷ કરે છે, પણ સમય આવે ત્યારે કુદરત બધાને = કરે છે.

"એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાંસો પડ્યો"

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે... પ્રીત થાય ત્યાં પોતાના નડે છે.. 😅 લેવું છે હેલિકોપ્ટર પણ... એકટીવા ના હપ્તા નડે છે...😂😂

કેવી અજીબ વાત છે ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે, પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી.



આ ઝાકળ ને પણ પ્રાણ હોય છે, પરંતુ....તડકા ને ક્યાં તેની જાણ હોય છે.

ટિપ્પણીઓ